Beautiful Landscape

ABOUT

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરેક ક્ષેત્રના અનુભવી અને નવા લોકોને સંપર્ક કરવા માટેનું એક સ્થળ www.gujaratifilms.in બનવા જઈ રહ્યું છે. આપનો ફોટો, નામ, મોબાઈલ નંબર અને શહેર નું નામ અમને મોકલી આપો, જેથી આવનારા દિવસોમાં બનનારી ફિલ્મો માટે તમારો સંપર્ક પ્રોડક્શન, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સરળતાથી કરી શકે. જે મિત્રો સંપર્કમાં છે તેઓ પણ પોતાની માહિતી મોકલે તો નવા આવનારા ડિરેક્ટર્સ અને #ફિલ્મ પ્રોડક્શન સહજતાથી આપનો #સંપર્ક કરી શકે. તો આજે જ WhatsApp: 9825698664 પર મોકલી આપો. ( અમે આપના એકાંતમાં ખલેલ ન પહોંચે તે માટે આપનો નંબર ગુપ્ત રાખીએ છીએ. જ્યારે ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ આપને સંપર્ક કરવા ઈચ્છશે ત્યારે અમે ખાત્રી કરી આપને એમનો નંબર આપીશું.)

ફિલ્મ, આલ્બમ, ઈવેન્ટ, ડાયરો વગેરે પ્રોજેક્ટ્સમાં જરૂરી ટેલેન્ટનો સંપર્ક આસાનીથી થાય. આપને નવા લોકો ઓળખે અને આસાનીથી સંપર્ક કરી શકે તે માટે અમે સતત સાઈટ અપડેટ કરતા રહીશું અને આપનો સંપર્ક કરવા ઈચ્છતા વ્યક્તિ ને અમે સંપર્ક કરાવી આપશું.

આ વેબસાઈટ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના એવા સિતારાઓ જોવા મળશે જેઓ ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાનો પરિચય આપી ચૂક્યા છે અને નવા મિત્રો જે ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાને ઊંચાઈ પર લઈ જવા ઈચ્છે છે. આ વેબસાઈટ ના સભ્યોને ગેટ-ટુ-ગેધર માં ખાસ મહેમાન તરીકે આમંત્રીત કરવામાં આવશે જ્યાં ગુજરાતી ફિલ્મ સાથે જોડાયેલા મહાનુભવો અને ગુરૂ સાથે વાર્તાલાપ તથા જોડાવાની તક મળી શકે છે.